Connect Gujarat
News

ઇન્ટરવ્યૂ

ઇન્ટરવ્યૂ
X

ગુરૂવારે સવારે અગિયાર વાગે હું ઓફિસ પહોંચ્યો. રિસેપ્શનની સામે બે જણાને જોયા.મેં પૂછ્યું,“ભાઈ કોને મળવા આવ્યા છો?”

એક યુવાન બોલ્યો,“રમેશભાઈને.”

મેં કહ્યુ.“અમારે ત્યાં રમેશભાઈ નામના કોઈ વ્યક્તિ નથી, એક કામ કરો આમ આવો, મારી કેબીનની બાજુમાં સાત આઠ કર્મચારી હતા તેમને બતાવીને પૂછ્યું, આ માંથી કોઈ છે? “બીજાએ આંગળી ચીંધીને એક ભાઈ બતાવ્યા એટલા માં અમારી ઓફિસનો મેસેન્જર આવ્યો. મેં એને કહ્યુ,”સુરેશભાઈને કહો,એમને મળી લે.

મારા કેબીનમાં જતાં જતાં મેં પેલા યુવાનને પુછ્યુ.“ભાઈ,તારે કામ શું છે?” એ કહે, “સાહેબ, ઓફિસમાં સાફ સફાઈ કરવાની, એવું કંઈ કામ કરી શકે એવા માણસની જરૂર છે એવુ સુરેશભાઈ કહેતા હતા.”

હું કેબીનમાં ગયો બેલ મારી સુરેશભાઈને અને અમારી ઓફિસના બે સિનિયર મેસેન્જરને બોલાવ્યા.સુરેશભાઈ કહ્યું, “સર, એકાદ મેસેન્જરની ભરતી કરો આજકાલ આઉટડોરનુ કામ એટલું વધારે રહે છે કે, ત્રણ ડાયરેકટર, ન્યુઝ સેક્શન,

ફાયનાન્સ, રિપોર્ટસ, કેમેરામેન બધાને એટેન્ડ કરવાનું પહોંચી વળાતું નથી. મે કહ્યું.” ઓ.કે. મારી કેબીનના સોફા પર બે સિનિયર મેસેન્જરને બેસવા કહ્યું. હું ન્યુઝ રૂમમાં જાઉ છું તમે આ બન્નેનો ઈન્ટરવ્યુ લઈ લો એમનું નામ, સરનામુ, મોબાઈલ નંબર એક કાગળ પર લખી લેજોં. તમારી સાથે રહીને કામ કરવાનું ફાવશે કે નહિ એ જાણી લો ! પગારની અપેક્ષા જાણી લો ! પછી એડમિનિસ્ટ્રેશન અને એચ.આર.માં એમને મોકલશું કામ તમારે કરવાનું છે. એટલે

જો તમને એમની સાથે ફાવશે એવું લાગતુ હોય તો જ આપણે એમને રાખીશુ.”

આટલુ કહી હું કેબીનની બહાર ગયો પુરી પંદર મિનીટ પછી મેસેન્જર મને ન્યુઝ રૂમમાં આવી ને કહે, સર, કોઈપણ હિસાબે આ બે માંથી કોઈને આપણે ત્યાં રખાય નહિ. મેં પુછયું, “કેમ?” એ કહે સાહેબ એક છેક ગામડેથી આવે છે, અને બીજો પાસે જ રહે છે પણ એના હાથમાં મોબાઈલ થ્રીજી હતો. આખો દિવસ વોટસએપ કરશે યાતો ગેઈમ રમશે.ત્રણ વાર વાત કરી એમાં તો એણે ત્રણ વાર એના ફોન કટ કર્યા.ખુરશી પર કેમ બેસવુ? એનું પણ એને ભાન નથી. આપણી ઓફિસમાં પોલીટીશ્યન પણ આવે ને બિલ્ડરો પણ આવે સાહેબ આપ તો કેટલી બધી સંસ્થાઓ સાથે સંડોવાયેલા છો.એમની પણ અવરજવર રહે છે. કોને કયા ગ્લાસમાં ચ્હા – પાણી આપવાં, આપ ન હોય ત્યારે કોઈ આવે તો તેને બહાર વેઈટીંગ રૂમમાં બેસાડવા કે કેબિન ખોલી. એ.સી ચાલુ કરી બેસાડવા એવું બધુ મને એમને શિખવાડતા અમારો દમ નીકળી જશે.સેલેરીનું તો એમણે ખાસ પૂછ્યુ નહિ, પણ રજા કેટલી મળશે એ જાણવામાં એમને ભારે રસ હતો.

જે ગામડેથી આવે છે. તેતો ફેરી ફરીને ખમણ વેચે છે. અમે કહ્યું,”ભાઈ ! તારો મોબાઈલ નંબર આપી જા, તારા ખમણ જોઈશે તો તને જ ઓર્ડર આપીશું.”

હું કેબિનમાં આવ્યો, મેં એચ આર મેનેજરને બોલાવ્યા. “કમ ઈન સર” એમ પુછી અંદર આવ્યા.મે કહ્યું. “બેસો.” હાલમાં આપણી ઓફિસમાં કુલ કેટલા કર્મચારીઓ છે, કયા ડિપાર્ટમેન્ટમાં કેટલાની ભરતી કરવાની જરૂર છે.એનુ લીસ્ટ મને આપો.એડમિનિસ્ટ્રેશન હેડ સાથે કોન્ટેક્ટ કરી ફાઈનલ લીસ્ટ આપો. આપણે ચાર વાગે કોન્ફરન્સ રૂમમાં મળીશું.

ચાર વાગે મેસેન્જર મારા રૂમમાં આવ્યો સાહેબ, કોન્ફરન્સ રૂમમાં આપની રાહ જોવાય છે. હું ગયો. મેં કહ્યું, “લીસન કેરફુલી. હવેથી આપણી ઓફિસમાં નવી ભરતી કરવાની પ્રોસીજરમાં એક અખતરો કરવાનો મારો પ્લાન છે. અરજદારની અરજી સ્ક્રુટીનાઈઝ થાય, પછી જે તે પોસ્ટ માટે ના ઈન્ટરવ્યુ બે સ્ટેજમાં લેવાશે-પહેલા સ્ટેજમાં જે તે પોસ્ટની ભરતી માટે આવેલા કેન્ડીડેટને જે તે ડિપાર્ટમેન્ટના બે કે ત્રણ સિનિયર્સ તેમનો ઈન્ટરવ્યુ લેશે અને કોને

સિલેક્ટ કરી શકાય તેનું લીસ્ટ બનાવાશે.બીજા સ્ટેજમાં એચ.આર. અને એડમિનિસ્ટ્રેશનના સિનિયર્સ બાકીની ટર્મ એન્ડ કન્ડીશન તે ઉમેદવારો સાથે નક્કી કરી એપોઈન્ટમેન્ટ લેટર ઈસ્યુ કરશે.મને એમ લાગે છે જેણે જેમની સાથે

રહેવાનું છે, જેની પાસે કામ લેવાનું છે એમને નક્કી કરવા દેવું જોઈએ કે આપણી ટીમમાં જે નવી વ્યક્તિ આવવાથી ટીમની અસરકારકતા કેટલી વધશે.

મેં ધણી જગ્યાએ જોયું છે કે જેઓ ઉમેદવારની ભરતી કરે છે તેમને તેની સાથે કામ કરવાનું જવલ્લેજ આવે છે, જેથી તેની ખુબી-ખામી વિશેની ખબર જ પડતી નથી તેથી સંબંધમાં તડ પડે જે મોટી થતા તિરાડ બને અને વખત જતાં ખાય બને.એના કરતાં ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર એન્ડ રિસ્પોન્સીબીલીટી સાથે કરીશું ,તો ન કરવાના કામમાં શક્તિ સમય એ પૈસાનો થતો બગાડ અટકાવી શકીશું.એની કોમેન્ટ, એની સજેશન.કોઈ કંઈજ બોલ્યુ નહિ.બધાના ચહેરા પર હળવાશ દેખાય હતી. મેસેન્જરે બધાને ચ્હા-કોફી આપતો હતો.મારી પાસે આવી મારા કાનમાં કહે. “સાહેબ મારે

કંઈક કહેવું છેં” મેં કહ્યુ, “મને કે બધાને ? “ તો કહે બધા સાંભળે એમ કહેવું છે.

મેં બે તાળી પાડી બધાને કહ્યું “એટેનસન પ્લીઝ આપણી ઓફિસના સૌથી સિનિયર મેસેન્જરને કંઈક કહેવું છે.”

એણે ટ્રે હાથમાંથી સાઈડના ટેબલ પર મુકી ગજવામાંથી રૂમાલ કાઢી હાથ લુછયા એ ઈનશર્ટ બરાબર કરી મારી રિવોલ્વીંગ ચેર પાસે ઊભો રહ્યો મે એને ટેબલને અડીને ઊભા રહીને વાત કરે એમ ઈશારાથી સમજાવ્યું.

એણે બોલવાનું શરૂ કર્યું. આ ઓફિસ શરૂ થઈ ત્યારથી હું અહીં કામ કરૂ છું સૌથી પહેલા ત્રણ સાહેબો, હું અને બીજા ચાર જણ હતા.આજે બધા મળીને આપણે બેતાળીસ જણા છીએ મારી અઢાર વર્ષની નોકરીમાં મેસેન્જર તરીકે પંદરથી વધારે મેસેન્જર આવી ગયા કેટલીક વાર કોઈ નવો આવે તે જાણે અમારો સાહેબ હોય તેમ વર્તે,અમે જે કામની વહેંચણી કરી હોય તેમ કરે નહિ, અમને કંઈ કહે,સાહેબને કઈ બીજુ જ કહે.અમારુ કામ ઓફિસ ખુલે ત્યારથી બંધ થાય ત્યાં સુધીનું એટલે કોઈ ખોટો સિક્કો આવી જાય તો તેની અમને ખબર પડયા વિના રહે નહિ.

આજે સવારે સાહેબ બે જણાનો ઈન્ટરવ્યુ લેવાની મને તક આપી, તે પણ એમની કેબીનમાં બેસીને. એ દસ મિનિટ હું જીંદગીભર નહિ ભુલુ. સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, એમ કહી એ મને પગે લાગવા લાગ્યો મેં એને અટકાવ્યો અને છાતી સરસો ચાંપ્યો.

Next Story