Connect Gujarat
News

Leopard caught from ONGC plant in Dahej

[:en]Days after personals of CISF based in ONGC Dahej complex reported that they had spotted big cats around the company premises, forest department officials caught a four-year-old female leopard which seems to have strayed from the Lakhi village of Vagra taluka in Bharuch district. Officials said that the leopard was trapped in a cage on Monday […]

Leopard caught from ONGC plant in Dahej
X

[:en]Days after personals of CISF based in ONGC Dahej complex reported that they had spotted big cats around the company premises, forest department officials caught a four-year-old female leopard which seems to have strayed from the Lakhi village of Vagra taluka in Bharuch district.

Officials said that the leopard was trapped in a cage on Monday night in the area around the C3 plant of ONGC.

Locals say that they had spotted the leopard, its partner and two cubs in the area. The leopards had reportedly been attacking cattle, dogs.
“Following surveys, experts have confirmed the presence of leopards in the region. After receiving reports from locals, we had set a trap by placing a cage in a vacant area near the ONGC c3 plant. The leopard will now be released in its natural habitat,” said forest officials.

[:gu]15 ફૂટ ઉંચી દીવાલ કૂદીને દીપડો કંપનીમાં કઈ રીતે ઘુસ્યો તે તપાસનો વિષય

ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકાના લખી ગામ ખાતે આવેલ ઓ.એન.જી.સી.ના પ્લાન્ટમાં ખુંખાર દીપડાએ દેખા દેતા કર્મચારીઓ સહિત ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વાગરાના લખીગામ સ્થિત ઓ.એન.જી.સીના પ્લાન્ટમાંથી દીપડાને ઝડપી પાડવા માટે કંપનીના અધિકારીઓ દ્વારા વન વિભાગને જાણ કરાઇ હતી અને ભારે આશ્ચર્ય સાથે વન વિભાગે ઓ.એન.જી.સી.ના પ્લાન્ટમાં દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.

દહેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 2 માં આવેલ ઓ.એન.જી.સીના સી-2 તેમજ સી-3 પ્લાન્ટમાં વાગરા વન વિભાગના આર.એફ.ઓ સિંધાભાઈ તેમજ તેઓની ટીમ કંપનીમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ તપાસ હાથ ધરતા તેમણે પગલાંના આધારે દીપડો હોવાનું અનુમાન લગાવ્યું હતું. ત્યારબાદ જંગલખાતા દ્વારા કંપની કેમ્પસમાં દીપડાને ઝબ્બે કરવા મારણ સાથે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. તેમજ તારીખ 8મીની રાત્રે દીપડો પિંજરામાં મુકેલ શિકાર ખાવા જતા આબાદ રીતે પાંજરામાં કેદ થઇ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓ.એન.જી.સીના સી-2 અને સી-3 પ્લાન્ટની ફરતે સુરક્ષા અર્થે 15 ફૂટ જેટલી દીવાલ હોવા છતાંયે દીપડો કંપની એરિયામાં કઇ રીતે ઘુસ્યો તે તપાસનો વિષય છે. વાગરા તાલુકામાં દીપડો ઝડપાયાની ઘટના બનતા લોકો ભયની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કદાચ નર્મદા નદીમાં હાલ વરસાદી પાણીની સાથે આ દીપડો તણાઈને આ વિસ્તારમાં ધસી આવ્યો હોવાનો પ્રાથમિક અંદાજ વન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

[:]

Next Story